જીએસટી ના કાયદા હેઠળ ઇ-વે અથવા ઇલેક્ટ્રોનિક ઇ-વે બિલ સિસ્ટમ લાવવામાં આવી છે, જેથી પોર્ટલ-આધારિત સિસ્ટમ દ્વારા માલની ઝડપી અને સીમલેસ હિલચાલને સક્ષમ કરી શકાય અને માલવાહક વાહનોને રાજ્યની સરહદો પાર કરતી વખતે પણ સરળતા રહે. આનાથી સરકારને રેવન્યુ લીકેજ પર કડક નિયંત્રણ રાખવામાં પણ મદદ મળે છે.
લેટેસ્ટ અપડેટસ:
29/08/2021
1લી મે 2021 થી 18મી ઓગસ્ટ 2021 સુધી, જે કરદાતાઓએ માર્ચ 2021 થી મે 2021 ના GSTR-1 અથવા GSTR-3B (માસિક ફાઇલર માટે બે મહિના કે તેથી વધુ અને QRMP ફાઇલર માટે એક ક્વાર્ટર કે તેથી વધુ) રિટર્ન ફાઈલ નથી કર્યા તેઓ ની ઇ-વે બિલ જનરેશન ફેસિલિટી બ્લોક નહિ કરવામાં આવે.
04/08/2021
GSTR-3B ફાઇલ ન કરવાને કારણે ઇ-વે બિલનું બ્લોકીંગ 15મી ઓગસ્ટ 2021થી ફરી શરૂ થશે.
01/06/2021
- ઈ-વે બિલ પોર્ટલે તેની રીલીઝ નોટ્સમાં સ્પષ્ટતા કરી છે કે સસ્પેન્ડેડ GST નંબર દ્વારા ઈ-વે બિલ જનરેટ કરી શકાશે નહિ. જો કે, સસ્પેન્ડેડ GST નંબર, રિસિપીઅન્ટ(પ્રાપ્તકર્તા) તરીકે અથવા ટ્રાન્સપોર્ટર તરીકે ઈ-વે બિલ મેળવી શકે છે.
- મોડ ઓફ ટ્રાન્સપોર્ટ ‘Ship’ ને હવે ‘Ship/Road cum Ship’ માં અપડેટ કરવામાં આવ્યું છે જેથી જે કેસ માં માલ શરૂઆતમાં માર્ગ દ્વારા ખસેડવામાં આવે છે તે કેસ માં ટેક્ષેબલ વ્યક્તિ વાહન નંબર દાખલ કરી શકે અને જે કેસ માં માલ જહાજ દ્વારા અવરજવર માટે લેડીંગ નંબર અને તારીખનું બિલ દાખલ કરી શકે છે. આનાથી જહાજોનો ઉપયોગ કરીને અવરજવર માટે ODC લાભો મેળવવામાં મદદ મળશે અને જ્યારે રસ્તા પર ખસેડવામાં આવે ત્યારે વાહનની વિગતો અપડેટ કરવામાં મદદ મળશે.
Category: Uncategorized