- 2023-24 માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કેપેક્સ 33% વધીને રૂ. 10 લાખ કરોડ થયું.
- 5 લાખથી વધુ પ્રીમિયમ ધરાવતી વીમા પૉલિસીમાં કર મુક્તિ દૂર કરવામાં આવી છે.
- સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમ માટે મહત્તમ ડિપોઝિટ મર્યાદા રૂ. 15 લાખથી વધારીને રૂ. 30 લાખ કરવામાં આવશે.
- 3.5 લાખ એકલવ્ય આદિવાસી શાળામાં 38,800 શિક્ષકો કાર્યરત થશે.
- રેલવે માટે રૂ. 2.40 લાખ કરોડ નો મૂડી ખર્ચ કરવામાં આવશે.
- 50 નવા એરપોર્ટ અને હેલીપોર્ટ બનાવવામાં આવશે.
- અર્બન ઇન્ફ્રા ફંડ માટે દર વર્ષે રૂ. 10,000 કરોડ ફાળવવા માં આવશે.
- 100 નવા ટ્રાન્સપોર્ટ ઇન્ફ્રા પ્રોજેક્ટ માટે રૂ. 75,000 કરોડ ફાળવવા માં આવશે.
- આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ માટે 3 સેન્ટર ઓફ એક્સીલન્સ કેન્દ્રો સ્થાપવામાં આવશે.
- KYC પ્રક્રિયાને સરળ બનાવવામાં આવશે. PAN સામાન્ય વ્યવસાય ઓળખકર્તા હશે.
- ડિજી લોકરનો વ્યાપ વિસ્તારવામાં આવશે.
- 39,000 થી વધુ કમ્પ્લાયન્સ નું પાલન ઘટશે . જન વિશ્વાસ બિલ 42 કાયદાઓમાં સુધારો કરશે.
- એનર્જી ટ્રાન્સમિશન માટે રૂ. 35,000 કરોડ ફાળવવા માં આવશે.
- 10,000 બાયો ઇનપુટ સંશોધન કેન્દ્રો સ્થાપવામાં આવશે.
- 30 સ્કિલ ઈન્ડિયા ઈન્ટરનેશનલ સેન્ટરો સ્થાપવામાં આવશે.
- નાણાકીય વ્યૂહરચના માટે NFIR (નેશનલ ફાઇનાન્શિયલ ઇન્ફર્મેશન રજિસ્ટ્રી) શરૂ કરવામાં આવશે.
- MSME લોનના ખર્ચમાં 1% ઘટાડો. MSME ક્રેડિટ માટે કોર્પસમાં રૂ.9,000 કરોડ ફાળવવા માં આવશે.
- મહિલા અથવા છોકરીઓ માટે રૂ2 લાખ. સુધીની ડિપોઝિટ સુવિધા 7.5%ના વ્યાજ દરે બે વર્ષની મુદત માટે આપવામાં આવશે.
- કૃષિ ક્ષેત્રમાં સ્ટાર્ટઅપ્સને પ્રોત્સાહન આપવા માટે એગ્રીકલ્ચર એક્સીલેટર ફંડ. મત્સ્યોદ્યોગને પ્રોત્સાહન આપવા માટે વિશેષ યોજના.
- EPFOની સંખ્યા બમણી થઈને 27 કરોડ થઈ.
ડાઇરેક્ટ અને ઈન્ડિરેક્ટ ટેક્સ | Direct and Indirect Tax
- સ્થાનિક ઉત્પાદન અને નિકાસને પ્રોત્સાહન.
- કેપિટલ ગુડ્સ અને લિથિયમ બેટરી પર ટેક્સ મુક્તિ.
- મોબાઈલ, કેમેરા લેન્સ સસ્તા થશે.
- સોનું, ચાંદી અને હીરા, સિગારેટ, આયાતી રબર મોંઘા થશે.
- અનુમાનિત કરવેરા યોજનાનો લાભ લેવા માટે નાના સાહસો માટે આવકની શ્રેણી ₹2 કરોડથી વધારીને ₹3 કરોડ અને વ્યાવસાયિકો માટે ₹50 લાખથી વધારીને ₹75 લાખ કરવામાં આવી.
- TDSની ઉચ્ચ મર્યાદા રૂ. 3 કરોડ સહકારી સંસ્થાઓ માટે કરવામાં આવી.
- સરળ ફાઇલિંગ માટે નવું IT રિટર્ન ફોર્મ આવશે.
- નાની અપીલોના નિકાલ માટે 100 જોઈન્ટ કમિશનરની નિમણૂક કરવામાં આવશે.
- EPF ઉપાડ પર TDS ઘટાડવા માં આવશે.
- કલમ 54 અને 54F માં સુધારો કરાશે.
- નવી કર વ્યવસ્થામાં, ટેક્સ રિબેટ મર્યાદા વધારીને 7 લાખ કરવામાં આવી છે.
- નવી કર વ્યવસ્થામાં ટેક્સ સ્લેબની સંખ્યા 7 થી ઘટાડીને 5 કરવામાં આવી છે.
- પગારદાર વર્ગ અને પેન્શનરો: સ્ટેન્ડેર્ડ ડીડક્સન ની લિમિટ માં વધારો થયો છે.
- નવી કર વ્યવસ્થામાં ઊંચા સરચાર્જ દરને 37% થી ઘટાડીને 25% કરવાની દરખાસ્ત.પરિણામે રૂ. 2 કરોડથી વધુની આવક સાથે સર્વોચ્ચ આવકના સ્લેબ પર મહત્તમ કર દર, જે હાલમાં 42.74% છે જેમાં તમામ સરચાર્જનો સમાવેશ થાય છે, તે ઘટીને 39% થઈ જશે.
- લીવ એન્કેશમેન્ટ મર્યાદા રૂ. 3,00,000 થી રૂ. 25,00,000 કરવામાં આવી.
Category: Uncategorized
ખુબ સરસ કામ કર્યું છે..