1. પ્રોપરાઇટર માટે
- આધારકાર્ડ, પાનકાર્ડ અને પ્રોપરાઇટરનો એક પાસપોર્ટ ફોટોગ્રાફ
- બેંક એકાઉન્ટ નો કેન્સલ ચેક અથવા બેંક સ્ટેટમેન્ટની નકલ જેવી બેંકની વિગતો
- વ્યવસાયના મુખ્ય સ્થળ અને વ્યવસાયના વધારાના સ્થળના સરનામાંનો પુરાવો:
પોતાની માલિકી ની જગ્યા હોય તો – લાઈટ બિલની નકલ / પાણીનું બિલ / લેન્ડલાઇન બિલ / સંપત્તિ વેરાની રસીદ / મ્યુનિસિપલ ખાતાની નકલ
જૉ જગ્યા ભાડે લીધેલી હોય તો – જો જગ્યા ભાડા ની હોય તો ભાડા કરાર અને માલિક પાસેથી એન.ઓ.સી. (નો ઓબજેકશન સર્ટિફિકેટ) ની નકલ
- પ્રોપરાઇટર નું ઈ મેઈલ આઈડી અને મોબાઈલ નંબર
2. પાર્ટનરશીપ ફર્મ અને લિમિટેડ લાયાબીલિટી પાર્ટનરશીપ (LLP) માટે
- આધારકાર્ડ, પાનકાર્ડ, બધા ભાગીદારોનાં એક-એક પાસપોર્ટ ફોટોગ્રાફ.
- રદ કરાયેલ ચેક અથવા બેંક સ્ટેટમેન્ટની નકલ જેવી બેંકની વિગતો
- વ્યવસાયના મુખ્ય સ્થળ અને વ્યવસાયના વધારાના સ્થળના સરનામાંનો પુરાવો:
ફર્મ ની પોતાની જગ્યા હોય તો – વીજળી બિલની નકલ / પાણીનું બિલ / લેન્ડલાઇન બિલ / મ્યુનિસિપલ ખાતા / મિલકત વેરાની રસીદની નકલ
જૉ જગ્યા ભાડે લીધેલી હોય તો – ભાડા કરાર અને માલિક પાસેથી એન.ઓ.સી. (નો ઓબજેકશન સર્ટિફિકેટ) ની નકલ
- એલએલપીના કિસ્સામાં- એલએલપીનું રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ, ઓથોરાઈઝડ સિગ્નેટરી બનનાર વ્યક્તિ ની નિમણુંક થયા નો પુરાવો
3. ખાનગી લિમિટેડ કંપની / પબ્લિક લિમિટેડ કંપની / ઓપીસી માટે
- કંપનીનું પાન કાર્ડ
- કંપનીનું રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ
- એમ.ઓ.એ (મેમોરેન્ડમ ઓફ એસોસિયેશન) / એ.ઓ.એ (આર્ટિકલ ઓફ એસોસિયેશન)
- બધા ડિરેક્ટર્સ નાં આધારકાર્ડ, પાનકાર્ડ અને ફોટોગ્રાફ
- રદ કરાયેલ ચેક અથવા બેંક સ્ટેટમેન્ટની નકલ જેવી બેંકની વિગતો
- ડિરેક્ટર્સ આઈડી (DIN)
- વ્યવસાયના મુખ્ય સ્થળ અને વ્યવસાયના વધારાના સ્થળના સરનામાંનો પુરાવો